કાવેરી જળ વિવાદને કારણે આજે બેંગલુરુ બંધ, કર્ણાટક CMનો BJP-JDS પર રાજનીતિ કરવાનો આરોપ

Contact News Publisher

આજે બેંગલુરુ (Bengaluru)માં કાવેરી જળ વિવાદને લઈને કેટલાક સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે જેના કારણે દેશની IT રાજધાની બેંગલુરુની ગતિ ધીમી પડી ગઈ છે. જો કે ટેક્સી ડ્રાઈવરો, હોટલ માલિકો સહિત ઘણા સંગઠનોએ બંધના સમર્થનને પાછું ખેચી લીધુ છે જ્યારે શાળા-કોલેજો બંધ રહેશે. આજે બંધનું એલાન આપ્યું હોવાથી શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ BMTCએ કહ્યું છે કે તેની બસો તમામ રૂટ પર સામાન્ય રીતે ચાલશે.

કર્ણાટકમાં એસોસિએટેડ મેનેજમેન્ટ ઑફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સ (KAMS) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જે મુજબ બેંગલુરુમાં આજે તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય બેંગલુરુ શહેરના ડેપ્યુટી કમિશનરે બંધ હોવાના કારણે શાળા-કોલેજ રજાની જાહેરાત કરી હતી. કર્ણાટક જળ સંરક્ષણ સમિતિના અધ્યક્ષના જણાવ્યા અનુસાર આ બંધ ચાલુ રાખશે. આ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા(Siddaramaiah)એ કહ્યું કે અમે બંધને કંટ્રોલ નહીં કરીએ, તે તેમનો અધિકાર છે. આ સિવાય તેમણે ભાજપ અને JDS પર રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું કે અમે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી અને રેગ્યુલેશન કમિટીના આદેશો વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. કોર્ટે અમારી અને તમિલનાડુની દલીલો ફગાવી દીધી હતી.