જમ્મુ-કાશ્મીરમાં સેનાનો આંતક પર પ્રહાર, 4 આંતકી ઝબ્બે, બડગામમાં સંયુક્ત ઓપરેશનમાં મળી સફળતા

Contact News Publisher

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળને મોટી સફળતા મળી છે. મોડી રાતે બડગામમાં સુરક્ષાદળ દ્વારા આંતકવાદીને પકડવા માટે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બડગામ જિલ્લામાંથી સુરક્ષાદળે 4 આંતકવાદીઓને ઝડપી પડ્યા છે. મળતી માહિતી અનુસાર, અહીંથી સેનાને મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આંતકવાદી દ્વારા કોઈ મોટા ષડ્યંત્રનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગઈકાલે સેનાએ જમ્મુ-કાશ્મીરનુ કુલગામમાં પણ મોટી સફળતા મેળવી હતી. સુરક્ષા દળોએ કુલગામ જિલ્લામાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ઉપરાંત સુરક્ષા દળોને બીજી એક મોટી સફળતા મળી હતી. તેમણે અહીંથી પાંચ ‘હાઈબ્રીડ’ આતંકવાદીઓની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અહીંથી  2 પિસ્તોલ, 3 હેન્ડ ગ્રેનેડ, 1 UBGL, બે પિસ્તોલ મેગેઝીન, 12 રાઉન્ડ પિસ્તોલ, 21 રાઉન્ડ એકે 47 સહિત મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.