યુપીના કાનપુરમાં ચોંકાવનારો કિસ્સો પરણેલી પ્રેમિકાની સહેલીએ પ્રેમીનો કાપ્યો પ્રાઈવેટ પાર્ટ

Contact News Publisher

ઉત્તર પ્રદેશના કાનપુરમાં બનેલો કિસ્સો જાણીને ચોંકી જવાશે. રવિવારે મોડી રાત્રે એક યુવક પોતાની પરિણીત પ્રેમિકાને મળવા માટે કાનપુરના તેના ઘેર આવ્યો હતો. તેણે તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું પણ શરું કર્યું અને બરાબર ત્યારે પ્રેમિકાએ તેની સહેલીને બોલાવી હતી. ત્યાર બાદ બન્નેને વાંધાજનક હાલતમાં જોયા બાદ સહેલી પણ યુવાન પર સેક્સનું દબાણ કરવા લાગી હતી પરંતુ યુવાન આ માટે તૈયાર નહોતો અને તેણે ના પાડી હતી. આ જોઈને સહેલી ગુસ્સામાં આવી ગઈ હતી અને યુવાનનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. જેમ તેમ કરીને યુવાન લોહીથી લથપથ હાલતમાં ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ પછી પરિવારજનો તેને બાજુના સીએચસીમાં લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેમને હાલત હોસ્પિટલમાં રિફર કર્યા છે.