સુરત સિવિલમાં બાળકને ઊંચકી પિતા આખો દિવસ રઝળ્યા, બેસાડવા સ્ટ્રેચર પણ ન મળ્યું; CMOએ તબીબોની ઝાટકણી કાઢી

Contact News Publisher

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં એક પિતાએ પોતાના બાળકની સારવાર માટે સવારથી સાંજ ધક્કા ખાધા હતા. એટલું જ નહીં, બાળકને બેસાડવા માટે સ્ટ્રેચર પણ આપવામાં આવ્યું નહિ. સારવાર નહીં મળતાં લાચાર પિતાની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. સિવિલ હોસ્પિટલની બેદરકારીથી દર્દીને સુવિધાને બદલે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધાને બદલે હાલાકી ભોગવવી પડી. સુરતની સિવિલ હોસ્પિટલમાં પુત્રની સારવાર કરાવવા આવેલા એક પિતાને રઝળવાનો વારો આવ્યો હતો. મૂળ બિહારના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા નિતેશ ભાસ્કરભાઈ પાંડે ડ્રાઇવિંગ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે, જેમાથી છ વર્ષના પુત્રને પગમાં ફોલ્લો થઈ ગયો હતો, જેની સારવાર માટે તેઓ તેને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

પિતા વાતની જાણ આખરે સીએમઓને થતાં મધ્યસ્થી કરીને રેસિડન્ટ ડોક્ટરની ઝાટકણી કાઢી હતી. બાળકને યોગ્ય સારવાર અને સ્ટ્રેચર આપવા જણાવ્યું હતું. જોકે મહત્ત્વનું છે કે આ પ્રકારની ઘટનાથી સમજી શકાય છે કે સિવિલ હોસ્પિટલનું તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધાને બદલે હાલાકી ભોગવવી પડી રહી છે.