13 વર્ષીય સગીરાને પિતા ઉપરાંત અન્ય 7 વ્યકિતએ પણ હવસનો શિકાર બનાવી, નરાધમો 5 વર્ષથી કરી રહ્યા હતા શારીરિક શોષણ

Contact News Publisher

પિતા-પુત્રીના સંબંધને લાંછનરૂપ એક ઘટના ખેડા જિલ્લામાં સામે આવી છે. ખેડાના એક ગામમાં રહેતી 13 વર્ષીય સગીરા પર તેના જ મૂકબધિર પિતા અને અન્ય 7 લોકોએ હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પિતા સિવાયના અન્ય સાત આરોપીઓમાં મોટાભાગના સગીરવયના હોવાનું સામે આવ્યું છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સગીરાનું છેલ્લા પાંચ વર્ષથી શારીરિક શોષણ થતું હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

શું છે સમગ્ર મામલો?
ખેડા જિલ્લાના એક ગામમાં મૂકબધિર પિતા, તેની પત્ની અને દીકરી રહેતા હતા. પાંચ વર્ષ પૂર્વે પત્નીનું અવસાન થયા બાદ દીકરી અને તેના મૂકબધિર પિતા સાથે રહેતા હતા. આ દીકરી છેલ્લા દોઢ વર્ષથી જિલ્લાના એક અનાથ આશ્રમમાં રહે છે. આશ્રમમાં 13 વર્ષીય દીકરીના કાઉન્સિલિંગ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. 13 વર્ષીય દીકરીને તેના મૂકબધિર પિતાએ અવારનવાર હવસનો શિકાર બનાવી હોવાની વિગતો સામે આવી છે. દીકરી જ્યારે પણ આશ્રમમાંથી પોતાના ઘરે જતી ત્યારે મૂકબધિર બાપ તેના પર દુષ્કર્મ ગુજારત હોવાનું સામે આવ્યું છે.

પિતાની નજર સામે જ અન્ય સાત લોકોએ દુષ્કર્મ ગુજાર્યું
પત્નીની ગેરહાજરીમાં જે પિતાની સગીર દીકરીની સુરક્ષાની જવાબદારી હતી. તે જ નરાધમ બાપે દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેની નજર સામે જ અન્ય સાત લોકો પણ દુષકર્મ આચરતા હોય પિતા મૂકબધિર હોવાની સાથે ‘આંધળો’ બની ગયો હતો.

શું કહી રહી છે પોલીસ?
આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી આ સગીરા દુષ્કર્મનો ભોગ બનતી આવી છે. જેમાં મુકબધિર પિતા જ પોતાની સગીર દીકરીને અવારનવાર પોતાની હવસ સંતોષવા મજબૂર કરતો હતો. આ ઉપરાંત અન્ય 7 જેટલા લોકો પણ તેણીની સાથે કુકર્મ આચરતા હતા. હાલ પોલીસે તપાસના આધારે તમામ લોકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.