જૂની પેન્સન યોજના લાગુ કરવા 1લીએ દિલ્હીમાં આંદોલન કરશે કર્મચારીયો

Contact News Publisher

રામલીલા મેદાન-દિલ્હી ખાતે આયોજીત જુની પેંશન યોજના લાગુ કરવા માટેના રાષ્ટ્રીય આંદોલનમાં ગુજરાતનાં 10000થી વધુ કર્મચારીઓ ભાગ લેશે

તા.01/10/2023 ને રવિવારના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેંશન સ્કીમ-NMOPS દ્વારા પેંશન શંખનાદ રેલીનું આયોજન થનાર છે. જેનો મુખ્ય હેતુ જુની પેંશન યોજના લાગુ કરવાનો તેમજ ખાનગીકરણ નાબુદીનો છે. જેમાં ભારતના તમામ રાજ્યોમાંથી 10 લાખથી વધુ કર્મચારીઓ ભાગ લેશે.

આ કાર્યક્રમમાં ગુજરાતનાં 10 હજારથી વધુ કર્મચારીઓ ભાગ લેવાના છે. ગુજરાતનાં કર્મચારીઓ જુની પેંશન યોજના ઉપરાંત ફિક્સ પગાર નાબુદીના લક્ષ્ય સાથે મોટી સંખ્યામાં જોડાશે. ગુજરાત મોડેલની વાસ્તવિકતા પ્રથમ વખત રાષ્ટ્રીય મંચ પરથી પ્રસારિત થશે.

સ્વાભાવિક છે કે NMOPS ના નેતૃત્વમાં જ OPS ની લડત સમગ્ર ભારત ઉપરાંત ગુજરાતમાં શરુ થયેલ જે લડતને પરિણામે અત્યાર સુધી 5 રાજ્યો રાજસ્થાન, ઝારખંડ, છતીશગઢ, પંજાબ તેમજ હિમાચલ પ્રદેશ ખાતે OPS લાગુ થયેલ છે તેમજ કર્ણાટક ખાતે ટૂંક સમયમાં OPSનો અમલ શક્ય બનશે એ નિશ્ચિત છે. ઉપરાંત, 4 થી વધુ રાજ્યોના મુખ્યમંત્રીઓએ તો NMOPS ના મંચ પરથી OPS માટે જાહેરાત કરેલ છે. આવનારા સમયમાં લોકસભા 2024 ની ચૂંટણી પહેલાં આ આંદોલન NMOPS ના નેતૃત્વમાં અતિ ઉગ્ર બનશે એ નિશ્ચિત છે.

નવી પેંશન યોજના-NPS માં કર્મચારીના પગારના 10% ઉપરાંત સરકારે પ્રજાના વેરા સ્વરૂપે ઉઘરાવેલ નાણાંના 10% આ રકમ કર્મચારીની તેમજ પ્રજાની ઈચ્છા વગર શેરબજાર-સટ્ટાબજારમાં રોકવામાં આવે છે. જેનાથી અમુક ખાનગી કંપનીઓને ફાયદો થાય છે.