ગુજરાતમાં 24 જ કલાકમાં બે જિલ્લામાં પથ્થરમારા: વડોદરામાં ગણેશ વિસર્જન તો નર્મદામાં બજરંગ દળની યાત્રા પર ટોળાંનો હુમલો

Contact News Publisher

ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જિલ્લામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. જે બાદમાં હવે નર્મદા જિલ્લામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ તરફ સંબંધિત પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવવા ના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નર્મદાના સેલંબા ખાતેથી આજે બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા નીકળી હતી. આ દરમિયાન વિધર્મી લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે હાલ સેલંબામાં આગચંપીનો પણ બનાવ પણ બન્યો છે. વિગતો મુજબ કુઇદા ગામથી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. આ તરફ યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નર્મદા જિલ્લાની DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. આ સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ તરફ વડોદરાના મંજુસર ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મંજુસર ગામના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો કરતાં યુવકોનો વીડિયો પણ સામે આવ્યો છે. આ તરફ હવે વાયરલ વિડીયોને આધારે મંજુસર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Exclusive News