મોરારીબાપુની મુલાકાત:સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં કથાકાર મોરારીબાપુએ મુલાકાત લીધી

Contact News Publisher

અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ અનોખી સેવા યજ્ઞ અહી રહ્યો છે અહીં આ આશ્રમમાં મહંત તરીકે ભક્તિરામ બાપુ સંચાલન કરી રહ્યા છે રખડતા ભટકતા મહિલાઓ યુવતીઓ જે માનસિક રોગથી પીડાતા હોય અને જાહેર માર્ગો રસ્તા ઉપર હોય તેવા મનોરોગીને અહીં લોકો અને પોલીસ પણ મૂકી જાય છે અહીં મનોરોગી બહેનો આશ્રમમાં રહે છે અને ભક્તિરામ બાપુ દ્વારા અલગ અલગ ડોકટરોને બોલાવી તેમની સાર સંભાળ રાખવામાં આવે છે અને દવાઓ પણ આપી સાજા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અહીં સૌરાષ્ટ્ર ગુજરાત અને અન્ય રાજ્યના અનેક મનોરોગી બહેનો સાજા થયા બાદ તેમનો પરિવાર પણ લઈ જાય છે અને અહીં આશ્રમમાં ભોજનથી લઈ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી માનવતા દાખવી એક માનવ આશ્રમનો અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે જેના કારણે અમરેલી જિલ્લામાં આ માનવ મંદિર એક આસ્થાનું કેન્દ્ર બન્યો છે.

માનવ મંદિરમાં આજે કથાકાર મોરારીબાપુ સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા પણ પોહચીયા હતા મોરારીબાપુ પોહચતા મનોરોગી બહેનોએ બાપુ સીતારામ બાપુ સીતારામ સાથે ગુંજાવી દીધું જોકે આ બધી મનોરોગી બહેનો છે કથાકાર મોરારીબાપુ દ્વારા આશ્રમ વિશે માહિતી મેળવી હતી અને આ આશ્રમ વિનામૂલ્ય ચાલતો હોવાને કારણે બાપુએ આશ્રમને બિરદાવી પ્રશંશા કરી હતી અહીં મનોરોગી બહેનોએ મોરારીબાપુને ગીતા શ્લોક સંભળાવ્યો હતો મોરારીબાપુ પણ આ આશ્રમ જોય સેવાયજ્ઞની માહિતી મેળવતા પ્રભાવિત થયા હતા.

Exclusive News