નારી શક્તિ વંદન વિધેયક હવે કાયદો, રાષ્ટ્રપતિએ મહિલા અનામત બિલ પર કર્યા હસ્તાક્ષર, નોટિફિકેશન જાહેર

Contact News Publisher

મહિલા આરક્ષણ બિલને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. આ બિલ 20 સપ્ટેમ્બરનાં લોકસભા અને 21 સપ્ટેમ્બરનાં રાજ્યસભામાં પાસ થયો હતો. કોઈ પણ બિલ સંસદનાં બંને ગૃહોમાંથી પાસ થયાં બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે જેથી તે કાયદો બની શકે છે. હવે દેશનાં રાષ્ટ્રપતિની સહી મળી જતાં આ બિલ કાયદો બની ગયો છે.મહિલા અનામત બિલ રાજ્યસભામાં સર્વસંમતિથી પાસ થયું. બિલના સપોર્ટમાં 215 વોટ પડ્યાં હતા. ઐતિહાસિક વાત તો એ કહેવાય કે બિલના વિરોધમાં એક પણ વોટ પડ્યો નહોતો. જ્યારે લોકસભામાં આ બિલ 454 મતો સાથે પાસ થયું હતું.