મૃત્યુ પામેલા ભાઇના વિયોગમાં બહેને ઝેરી દવા પી જીવ દીધો

Contact News Publisher

અમરેલી: વડીયા શહેરમાં રહેતી મહિલાએ પોતાના મૃત્યુ પામેલા ભાઇના વિયોગ સહન ન કરી શકતા આત્મહત્યા કરી લીધી હતી જ્યારે સાવરકુંડલામાં બીમારીથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો હતો.

વડીયા શહેરના ચારણીયા રોડ પર રહેતા રહેનાબેન હારૂનભાઇ બાલાપરીયા (ઉ.વ.૪૬)ને એક જ સગો ભાઇ હતો. તેનું પાંચ-છ માસ પહેલા મોત થતાં ત્યારથી મહિલા ટેન્શનમાં રહેતી હતી અને માર પણ મરી જવું છે તેમ બોલ બોલ કરતા હતા. તેમણે ઝેરી દવાના ટીકડા પી લેતા મોત નિપજ્યું હતું. વડીયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાવરકુંડલાના હાથસણી વિસ્તારમાં રહેતી સેજલબેન ભૂપતભાઇ જીજુવાડીયા (ઉ.વ.૨૦)ને છેલ્લા દોઢ મહિનાથી તાવ આવતો હોય તેમજ પડખામાં દુઃખાવાની સમસ્યા હોય જેને લઇ કંટાળી જતાં ઝેરી ટીકડા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું.