સુરતમાં 26 વર્ષના લંપટ શિક્ષકે અડધી રાતે વિદ્યાર્થિનીને મળવા બોલાવી કરી ગંદી હરકત, રસ્તા પરથી મળી આવેલ તરૂણીએ આપવીતી કહેતા પરિવાર સ્તબધ

Contact News Publisher

રાજ્યમાં દિન પ્રતિદિન મહિલાઓ તેમજ યુવતીઓ પર અત્યાચાનાં કિસ્સાઓ વધી રહ્યા છે. તો અમુક મહિલાઓ કે યુવતીઓ પોલીસ મથકે ફરિયાદ કરતી હોય છે. જ્યારે અમુક મહિલાઓ તેમજ યુવતીઓ સમાજમાં આબરૂ જવાની બીકે ફરિયાદ કરવાનું ટાળતી હોય છે. સુરતમાં ગુરૂ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતી એક ઘટનાં બનવા પામી છે.  જેમાં એક લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સમગ્ર બનાવની વિગત એવી છે કે, સુરતનાં વરાછામાં રહેતા નરાધમ શિક્ષકની કાળી કરતૂત બહાર આવવા પામી છે. જેમાં નરાધમ શિક્ષમ મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીનીને રાત્રે મળવા બોલાવી હતી. ત્યારે મોડી રાત્રી સુધી તરૂણી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી.