ગાંધીધામમાં બે અકસ્માત કરતાં કાર ઉપર પથ્થરમારોઃ એક યુવતી ગંભીર

Contact News Publisher

અમદાવાદનો તથ્ય કાંડ હજુ તાજો જ છે ત્યારે હવે ગાંધીધામમાં પૈસાદાર બાપના પુત્રએ બેફામ કાર હંકારી એક સાથે બે અકસ્માત કર્યા હતા. આ બનાવમાં એક ૧૯ વર્ષીય યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત કરી નાસી રહેલા ચાલકને સૃથાનિક લોકોએ કારના કાચ પર પથૃથર મારી થોભવ્યો હતો. જોકે સૃથાનિકોના જણાવ્યા મુજબ ચાલક સગીર હોય તેવું લાગી રહ્યું હતું.