બિહારમાં માત્ર 15 ટકા જ સવર્ણ, હવે ગુજરાતમાં પણ જાતિગત વસ્તી ગણતરીની માંગ, કોંગ્રેસે કહ્યું અસમાનતા દૂર કરવા ડેટા ખૂબ જરૂરી

Contact News Publisher

તાજેતરમાં જ બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનાં આંકડા જાહેર કર્યા છે. ત્યારે બિહારમાં થયેલ જાતિ આધારી વસ્તી ગણતરીમાં કુલ વસ્તી 13 કરોડથી વધુ છે. રાજ્યમાં પછાત વર્ગની કુલ વસ્તી 27.31 કટા છે. જ્યારે અત્યંત પછાત વર્ગનીની વસ્તી 36.01 ટકા. તેમજ સામાન્ય વર્ગની 15.52 ટકા છે.  બિહાર દ્વારા જાહેર કરાયેલ જાતિ આધારિતી વસ્તી ગણતરનીનાં આંકડાને લઈ હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે.

આ બાબતે કોંગ્રેસનાં ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, મુખ્ય પ્રવાહમાં સમાજ લાવવા માટે સતત લડાઈ ચાલે છે. અંગ્રેજોનાં શાસનકાળથી જાતી આધારિત વસ્તીનાં આંકડા મળે છે. જેની જેટલી વસ્તીએ મુજબ ભાગીદારી હોવી જોઈએ. ત્યારે 2011 માં કાસ્ટ સેન્સસ મુજબ સામાજીક રીતે વસ્તી ગણતરી કરાઈ છે.  જાતિ આધારીત વસ્તી ગણતરીનાં આંકડા જાહેર ન થયા. જેથી ધાર્મિક આંકડા જાહેર કરી રાજકીય લાભ લેવાયો હતો. જાતિ આધારિત વસ્તી ગણતરીની અનદેખી કરાઈ છે. અસમાનતા દૂર કરવા જાતિ આધારિત ડેટા ખૂબ જરૂરી છે.

કેટલાક લોકો દ્વારા રાજકીટ એજન્ડા લાભ મુજબ અનામતની જાહેરાત કરાઈ હતી. કર્ણાટક, ઓરીસ્સામાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રયત્ન થયો છે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરી છે. કોર્ટમાં જવા છતાં જાતિ આધારિત વસ્તી ગણતરી રોકાઈ ન હતી. બિહારમાં વસ્તી ગણતરી બાદ બહાર આવ્યું કે, SC, ST, OBC સમાજની વસ્તીમાં વધારો થયો છે.

નોકરી સંસાધનો અને રાજકીય હિસ્સેદારી મળતી નથી. ત્યારે બિહાર સરકારની જેમ ગુજરાત સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરે. જેથી બિન અનામત વર્ગનાં લોકોને વસ્તી ગણતરીથી ફાયદો થશે. ગુજરાત સરકાર તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવે તેવી કોંગ્રેસનો ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે.

Exclusive News