ગુજરાતમાં વાર્ષિક કાર્ડિયાક કેસમાં 29%નો વધારો, 108ને આવે છે રોજના 4200 કૉલ, યુવાનો સાચવીને રહેજો

Contact News Publisher

નવરાત્રીમાં ગરબા રમતા રમતા યુવક- યુવતીઓને હાર્ટ એટેકથી મોત ન થાય તે માટે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રી સમયે ઈમરજન્સી 108 હોટ લોકેશન પર તહેનાત રાખવામાં આવશે. તેમજ જીએમડીસી ગ્રાઉન્ડ, કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ સહિતનાં લોકેશન પર 108 ની ટીમ તહેનાત રહેશે.  તેમજ ક્વિક રિસ્પોન્સ આપી શકાય તે માટેની ટીમ પણ હાજર રહેશે.  તેમ ઈમરજન્સી 108 નાં CEO  ર્ડા. જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું.

આ બાબતે 108 ઈમરજન્સીનાં CEO  ર્ડા. જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં હાલમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સ, બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ 108 ઈમરજન્સી સેવા મારફતે ગુજરાત સરકારે કાર્યાન્વિત કરેલી છે. આ સમગ્ર સેવાની જો તાજેતરમાં વાત કરવામાં આવે તો રોજનાં 4000 થી 4200 જેટલા કેસ સમગ્ર ગુજરાતમાં હેન્ડલ કરીએ છીએ. જો કાર્ડિયાક ઈમરજન્સીનાં કેસની વાત કરીએ તો  લગભગ પાંચથી છ ટકા કિસ્સાઓ કાર્ડિયાક ઈમરજન્સીનાં છે.

રોજનાં લગભગ 230 થી 250 કેસ અમને કાર્ડિયાક ઈમરજન્સીનાં સમગ્ર ગુજરાતમાંથી મળે છે. 4200 માંથી કાર્ડિયાકનાં 250 કેસ આવી રહ્યા છે. ત્યારે કાર્ડિયાક ઈમરજન્સી કેસમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વાર્ષિક કાર્ડિયાક કેસમાં 29.39 નો વધારો થયો છે. વર્ષ 2022 માં કાર્ડિયાકનાં 49 હજાર 321 કેસ નોંધાયા છે. વર્ષ 2023 નાં અંતમાં કાર્ડિયાક કેસનો આંક 63 હજાર 109 થઈ શકે છે.