ઇઝરાયલ-ફિલીસ્તીન સંઘર્ષમાં મોટાપાયે લોકોનાં મોત

Contact News Publisher

હમાસ દ્વારા હજારો રૉકેટ ચલાવ્યાં બાદ ઇઝરાયલએ યુદ્ધની ઘોષણા કરી દીધી. મહિનાઓથી ચાલી રહેલા ઇઝરાયલ-ફિલીસ્તીન સંઘર્ષમાં મોટાપાયે લોકોનાં મોત થયાં છે. આતંકીઓ મોટરસાઈકલ, SUV અને પેરાગ્લાઈડર પર સવાર થઈને દક્ષિણી શહેરોમાં પહોંચ્યાં. આ આતંકીઓ રસ્તા પર ચાલી રહેલા નાગરિકો પર ગોળીબાર કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનાં અનેક વીડિયો સામે આવ્યાં છે.સ્ડેરૉટનાં નિવાસીએ હુમલાનો એક વીડિયો રેકોર્ડ કર્યો જેમાં આતંકવાદીઓ ખુલેઆમ નાગરિકો પર ગોળીઓ ચલાવી રહ્યાં છે. વ્યક્તિએ આ વીડિયો પોતાના ઘરની છત પરથી રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોને આતંરરાષ્ટ્રીય માનવાધીકારનાં વકીલે શેર કર્યો છે.