એક બીજાને બાહોપાશમાં જકડી પ્રેમી યુગલે બાઈક હંકારી, બીભત્સ હરકતો કરી, મોરબી-રાજકોટ હાઈવેનો વીડિયો વાયરલ થતાં કાર્યવાહી

Contact News Publisher

આજકાલ પ્રેમી યુગલોનાં રોમાન્સ કરતા વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતો હોય છે.  ત્યારે મોરબી-રાજકોટ હાઈવે પર પ્રેમી યુગલનો વીડિયો વાયરલ થયો હતો. મોરબીમાં જાહેર માર્ગ પર ચાલુ બાઈકે પ્રેમી યુગલ દ્વારા જાહેરમાં સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

મોરબી-રાજકોટ હાઈવે પર શનાળા ગામ નજીક પ્રેમી પંખીડા બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે બાઈકની પેટ્રોલની ટાંકી પર યુવતી બેઠી હતી. જ્યારે યુવક બાઈક ચલાવી રહ્યો હતો. ત્યારે યુવતી જાણે કે કોઈ ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું હોય તેમ જાહેરમાં હાઈવે પર રોમાન્સ કરતા વીડિયોમાં નજરે પડી રહ્યા છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા પોલીસે બાઈક ચાલક યુવકની શોધખોળ હાથ ધરી હતી.

રાજકોટ-મોરબી હાઈવે પર અવાર નવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ગત રોજ હાઈવે પર પ્રેમી યુગલનો રોમાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે પોલીસને આ વીડિયો બાબતે જાણ થતા પોલીસ દ્વારા બાઈક ચાલક યુવકની શોધખોળ હાથ ધરી હતી. બાઈક ચાલક યુવક પોલીસનાં હાથે લાગી જતા પોલીસે તેની ધરપકડ કરી  બાઈક ચાલક સામે આઈપીસી કલમ 279, 336 હેઠળ ધરપકડ કરી હતી.  તેમજ મોટર વ્હિકલ એક્ટ 177. 184 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.