સામખિયાળી ઓવરબ્રિજ ઉપર બાઈકને ટ્રકે અડફેટે લીધી, રોડ પર ફંગોળાયા બાદ બાઈક સવાર પર વ્હીલ ફળી વળતા મોત

Contact News Publisher

કચ્છને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે જોડતા સામખિયાળી જંકશન મથક પાસેના છ માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દિવસ રાત વાહનોની રફતાર યથાવત રહે છે, એવા વાહન વ્યવહાર થી સતત ધમધમતા માર્ગે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઇ છે. લાકડિયાના બાઈક ચાલક યુવકને પોતાના ગામ પરત જતી વેળાએ સામખિયાળી બ્રિજ ઉપર નજીકથી પસાર થતી ટ્રકની ટક્કર લાગી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઘાયલ યુવકને હાઇવે પેટ્રોલીંગની એમ્બ્યુલન્સ દ્વારા તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ હતભાગીનો જીવ બચાવી શકાયો ના હતો.

આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ આજે અંદાજીત સવારે 9 વાગ્યાની આસપાસ સામખિયાળી બાજુથી પોતાના ગામ લાકડિયા તરફ બાઈક પર જતા 45 વર્ષીય ફિરોજસા રહીમસા ફકીરને ઓવરટેક કરતી ટ્રકની અકસ્માતે પાછડની સાઈડની ટક્કર લાગતા તે બાઈક ઉપરથી ઉડીને ડાબી તરફના ડિવાઇડર સાથે ટકરાઈને પરત માર્ગ ઉપર ભટકાયો હતો, જેના ઉપરથી ટ્રકના પૈડા ફરી વળ્યા હતા. હદભાગીને હાઇવે પેટ્રોલિંગની એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. બનાવના પગલે લાકડીયા ગામમાં ગમગીની ફેલાઈ હતી.