આવતીકાલથી ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ: ભારત-પાકિસ્તાનની મેચ સહિત આ કાર્યક્રમમાં આપશે હાજરી

Contact News Publisher

ODI વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. ભારતની મેજબાનીમાં વન ડે વર્લ્ડ કપ શાનદાર રીતે રમાઈ રહ્યો છે. દર્શકો આતુરતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચની રાહ જોઈ રહ્યા છે. 14 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમવામાં આવશે. આ મેચને લઈ પાકિસ્તાનની ટીમ ગઈકાલે અમદાવાદ ખાતે આવી પહોંચી છે જ્યારે ભારતની ટીમનું આજે આગમન થયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ મેચ નીહાળવાના છે. જેઓ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 13 ઓક્ટોબરથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ 14 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નિહાળશે. તેમજ તેઓ અમદાવાદ, ગાંધીનગરના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. અત્રે જણાવીએ કે, અમિત શાહ માણસામાં કુળદેવીના દર્શનાર્થે જશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંત આ મેચ જોવા સ્ટેડિયમ પહોંચશે. અનુભવી ક્રિકેટર સચિન તેંડુલકર પણ સ્ટેડિયમમાં રહીને આ મેચ નિહાળશે. મેચ દરમિયાન આતશબાજી કે લેસર શો પણ થઈ શકે છે. જોકે BCCI કે ICCએ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

મહત્વનું છે ક , ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે.