શું ખરેખર ગંગાજળ પર 18 ટકા GST લગાવાયો? કોંગ્રેસના આરોપો બાદ મોદી સરકારે આપી સ્પષ્ટતા

Contact News Publisher

કેન્દ્ર સરકારે ગંગા નદીનાં પાણી પર 18% જીએસટી લગાડવાનાં કોંગ્રેસનાં આરોપનો જવાબ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં પૂજા માટે ઉપયોગમાં લેવાતાં ગંગાજળ અને પૂજા સામગ્રીને જીએસડીનાં સેક્શનમાંથી બહાર રાખવામાં આવ્યું છે. 18/19મે 2017 અને 3 જૂન 2017નાં પૂજા સામગ્રી પર જીએસટીને લઈને GST કાઉન્સિલની 14મી અને 15મી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તે સમયથી તેને સ્લેબથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી પૂજામાં શામેલ તમામ સામાનને જીએસટીની બહાર રાખવામાં આવ્યું છે.

કોંગ્રેસે ગુરુવારે ગંગાજળ પર 18% જીએસટી લગાડ્યા હોવાનો આરોપ મૂકી અને મોદી સરકારની આલોચના કરી હતી. આ કૃત્યને તેમણે લૂટ અને પાખંડનું નામ આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે મોદીજી એક સામાન્ય ભારતીય માટે જન્મથી લઈ જીવનનાં અંત સુધી મોક્ષદાયિની માં ગંગાનું મહત્વ ઘણું વધારે છે. સારી વાત છે કે તમે ઉત્તરાખંડમાં છો પણ તમારી સરકારે તો પવિત્ર ગંગાજળ પર જ 18% GST લગાડી દીધું છે. એકવખત પણ ન વિચાર્યું કે જે લોકો પોતાના ઘરે ગંગાજળ મંગાવી છે તેમના પર ભારણ વધી જશે. આ તમારી સરકારની લૂંટ અને દંભની ચરમસીમા છે.

ભાજપનાં IT સેલ હેડ અમિત માલવીયાએ કોંગ્રેસ પર પલટવાર કર્યો. તેમણે કોંગ્રેસ પર લખ્યું કે ખરગેજી, સૂચના 2/2017ની એન્ટ્રી #99 અંતર્ગત આ સ્પષ્ટરૂપે ઉલ્લેખવામાં આવ્યું છે કે પાણી પર શૂન્ય જીએસટી લાગે છે. 2017માં GSTની શરૂઆત બાદથી જ પૂજા સામગ્રી GST મુક્ત છે. કોઈપણ હાલની નોટિફિકેશને પેક્ડ પાણીની બોટલ કે ગંગાજળ પર જીએસટી દરમાં ફેરફાર કરવાનાં સંકેતો આપ્યાં નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ માટે આ તથ્યોને ખોટી રીતે પ્રસ્તુત કરવું ન માત્ર લાપરવાહીપૂર્ણ ભૂલ છે પણ છેતરવા માટે વિચારીને કરવામાં આવેલું દુષ્પ્રચાર છે.