રાજકોટમાં રૂા.1467 કરોડના બોગસ બિલીંગકાંડમાં હિતેષ લોઢીયાની ધરપકડ

Contact News Publisher

રાજકોટમાં સોના અને હિરાનાં મોટા ગજાનાં વેપારી ઉપર ડીજીજીઆઈની ટીમે દરોડા પાડી રૂા. ૧૪૬૭ કરોડનાં બોગસ બીલના કૌભાંડનો પર્દાફાશ કરતા સોની બજારમાં ખળભળાટ મચી ગયો હતો. બોગસ બિલીંગ કૌભાંડમાં આસ્થા ટ્રેડર્સના વેપારી હતાં. હિતેશ પ્રભુદાસભાઈ લોઢીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સેન્ટ્રલ જીએસટીની ડીજીજીઆઈની ટીમે પૂર્વ બાતમીના આધારે ગઈકાલ અને આજે સોના-ચાંદી – હિરાનાં બુલીયન માર્કેટ સાથે સંકળાયેલા આસ્થા ટ્રેડીંગનાં સંકુલમાં તપાસ હાથ ધરતા રૂા. ૧૪૬૭ કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતું. આ કૌભાંડનો આંકડો વધવાની ટીમે શંકા વ્યક્ત કરી છે.

બે દિવસના સર્ચ દરમિયાન ડીજીજીઆઈની ટીમે એક લેપટોપ, બે મોબાઈલ સહિતનું સાહિત્ય કબ્જે કર્યું છે. દરમિયાન ડીજીજીઆઈની ટીમે આસ્થા ટ્રેડર્સના માલિક હિતેશ લોઢીયાની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેની પેઢીનો તમામ વહીવટ તે પોતે કરે છે. તેણે કોઈ પણ માલ સપ્લાય કર્યા વગર ૧૫થી વધુ બોગસ પેઢી પાસેથી ઈન્પૂટ ટેકસ ક્રેડિટ માટે બોગસ ઈનવોઈસ મેળવ્યા હતાં.

આ ઉપરાંત ૪૮ નકલી પેઢીનાં ઈન્વોઈસ ઈસ્યુ કરી આઈટીસી પાસ કરવામાં આવ્યા હતાં. આમ સેન્ટ્રલ જીએસટી સાથે રૂા. ૪૪ કરોડની કરચોરી કરવામાં આવી હતી. આ કૌભાંડમાં સોના-ચાંદીના વેપારી હિતેશ લોઢીયા ઉપરાંત અન્ય કેટલાક વેપારીઓ પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે. જેની તપાસ ચાલી રહી છે.

ડીજીજીઆઈના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આસ્થા ટ્રેડીંગના નામે ૬૫૦ કરોડ રૂપિયાનું બેકીંગ ચેનલ મારફત પણ ચૂકવણું કરવામાં આવ્યું છે. તેમાં પણ નકલી ઈનવોઈસ આપવામાં આવ્યા છે. માલસામનની ખરીદી કર્યા વગર જ આટલી જંગી રકમની ચૂકવણી કરવામાં આવી છે. આમ રાજકોટના સોના ચાંદીના વેપારીએ રૂા. ૧૪૬૭ કરોડનું મસમોટું કૌભાંડ આચરતા વેપારી હિતેશ લોઢીયાને રાજકોટના ચીફ જયુડીશ્યલમેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા ૧૪ દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યા છે.સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાંચ કરોડની ટેકસચોરીમાં પાંચ વર્ષની સજા અને પેનલ્ટીની જોગવાઈ છે. અત્યાર સુધીમાં ૪૪ કરોડની જીએસટી ચોરી કરવામાં આવી છે. જે આંકડો વધવાની શક્યતા છે.

Exclusive News