રાજકોટમાં બે બાઈક અથડાતા પત્નીની નજર સામે પતિનું મોત

Contact News Publisher

અમરેલી: સાવરકુંડલાના પીઠવડી થઈ વંડા જવાના રોડ પર બે મોટરસાયકલ સામસામા અથડાતા પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું. જયારે પત્નીને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સમઢીયાળા ગામના હાલમાં ગારીયાધાર રહેતા શંભુભાઈ મકવાણા તેમજ તેમના પત્ની રસીલાબેન તેમજ ભત્રીજી શ્રેયાંશી ત્રણ સવારી મોટર સાયકલમાં ગીદરડીથી ગારીયાધાર જઈ રહ્યા હતા. તે દરમિયાન પીઠવડી વંડા રોડ પર સામેથી આવતા મોટરસાઈકલ સાથે અથડાતા શંભુભાઈ મકવાણાનું મોત નિપજયું હતું. તેમજ પાછળ બેસેલા રસીલાબેનને ગંભીર ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં થતા સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાયર્વાહી હાથ ધરી હતી.