વડોદરામાં અટલાદરા, પાદરા રોડ, મકરપુરા તેમજ માંજલપુરમાં ચાલતા સ્પા સેન્ટર પર પોલીસના દરોડા

Contact News Publisher

રહેણાંક તથા ઉદ્યોગિક વિસ્તારોમાં મસાજ પાર્લરની આડમાં નસીલા દ્રવ્યોનું સેવન તથા દેહવેપાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસ કમિશનરના સૂચના મુજબ માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અલગ અલગ ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકિંગમાં હતો તે દરમિયાન કુલ છ મસાજ પાર્લરના માલિકો દ્વારા જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતા પોલીસે તેઓની સામે ગુનો દાખલ કર્યો છે.

(1) પર્પલ સ્પા દુકાન પાદરા વડોદરા રોડના માલિક ગીતાબેન યશવંતરાય પરમાર રહેવાસી ચિત્રાનગર સોસાયટી દંતેશ્વર (2) ધ ગ્રીન હેવન સ્પા અટલાદરા પાદરા રોડના માલિક રાજન કમલેશભાઈ રામી રહેવાસી સાઈનાથ હાઉસિંગ સોસાયટી માંજલપુર (3) સ્પાર્જોન અટલાદરા પાદરા રોડના માલિક જયકુમાર રાજુભાઈ ભટ્ટી રહેવાસી આવકાર બંગ્લોઝ બિલ કેનાલ રોડ કલાલી (4) રેડિયન્સ સ્પા.કોમ માંજલપુર નાકાના માલિક નરેન્દ્ર રાજેશભાઈ રાવત રહેવાસી ઈસાનિયા શાંતિગ્રામ ઉંદેરા (5) બ્લુ આઈસ સ્પા માંજલપુરના માલિક સતીશ યશવંતકુમાર રહેવાસી સ્ટેટસ માંજલપુર તથા સ્પાર્ક ચલાવનાર સીતાબેન ગણપતભાઈ મોરે રહેવાસી ચિત્રકૂટ ફ્લેટ અકોટા મૂળ રહેવાસી મુંબઈ (6) સ્પા સ્ટેશન જીઆઇડીસી વળસર રોડ મકરપુરાના માલિક જીતેન્દ્ર મહેન્દ્રભાઈ ઠક્કર સર્વનામ ફ્લેટ સમા રોડ

Exclusive News