‘મુઝે પ્યાર હુઆ અલ્લા મિયાં’ ગીત પર ગરબા રમી રહ્યા હતા ખેલૈયા, કોંગ્રેસ પ્રવક્તાએ કટાક્ષના ચક્કરમાં કરી વિવાદિત પોસ્ટ

Contact News Publisher

 વડોદરાના કોંગ્રેસના પ્રવક્તા ભાવિક અમીન કટાક્ષના ચક્કરમાં વિવાદમાં ફસાયા છે. તેમણે ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરતા હિન્દુ સંગઠનો લાલઘુમ થઈ ગયા છે. તો બીજીબાજુ યુઝર્સ પણ તેમને આડેહાથ લઈ રહ્યા છે. તેમની ફેસબુક પોસ્ટ પર યુઝર્સ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વડોદરા કોંગ્રસના પ્રવક્તાની ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, આ વીડિયો ગયા વર્ષનો છે અને આયોજકોએ માફી પણ માંગી હતી.