ત્રણ જ મહિનાની ફૂલ જેવી બાળકી સાથે રેપ બાદ હત્યા: ટ્રાયલ કોર્ટે 15 જ દિવસમાં ફાંસીની સજા આપી સુપ્રીમ કોર્ટે ભડક્યું, કહ્યું આરોપીને મોકો આપો

Contact News Publisher

સુપ્રીમ કોર્ટે બળાત્કાર અને હત્યાના આરોપીની ફાંસીની સજા રદ કરી છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આરોપીને ઉતાવળમાં દોષિત ઠેરવવામાં આવ્યો અને તેને પોતાનો બચાવ કરવાની પૂરતી તક પણ આપવામાં આવી નથી. હવે આ કેસ ફરીથી ટ્રાયલ કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે પણ ટ્રાયલ કોર્ટની આકરી ટીકા કરી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે આ કેસની ઉતાવળમાં સુનાવણી કરી. આરોપીને પોતાનો બચાવ કરવાની તક પણ આપવામાં આવી ન હતી. તેથી કેસ ફરીથી ટ્રાયલ કોર્ટમાં મોકલવામાં આવી રહ્યો છે, જેથી આરોપીને પોતાનો બચાવ કરવાની યોગ્ય તક મળી શકે. સુપ્રીમ કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે,. ટ્રાયલ કોર્ટમાં ફરી સુનાવણી દરમિયાન આરોપીને પોતાનો કેસ રજૂ કરવા માટે વરિષ્ઠ વકીલ પ્રદાન કરવામાં આવે.

આ સમગ્ર ઘટના વર્ષ 2018ની છે. ટ્રાયલ કોર્ટે 3 મહિનાની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. આ પછી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ પછી આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ટ્રાયલ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને માત્ર 15 દિવસમાં સજા સંભળાવી હતી.

એક રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તે પ્રકાશમાં આવ્યું હતું કે, આ ઘટના 20 એપ્રિલ, 2018ના રોજ બની હતી અને પોલીસે આ કેસમાં એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ પણ દાખલ કરી હતી. આ પછી 27 એપ્રિલ 2018 ના રોજ સુનાવણી શરૂ થઈ અને 12 મેના રોજ આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો અને તેને મૃત્યુદંડની સજા આપવામાં આવી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે, કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો પરથી એવું લાગતું નથી કે, આરોપીના વકીલને તેના બચાવ માટે પૂરતા દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા હતા કે નહીં.

Exclusive News