રાયધણઝર અને ફરાદીના ખનિજ ખનનના કેસમાં એક કરોડથી વધુનો દંડ ફટકાર્યો

Contact News Publisher

કચ્છમાં રેતી સહિત અન્ય ખનિજની ચોરી કરી ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. ખનિજની ચોરીના કેસોમાં  ય નોંધપાત્ર વાધારો થઈ રહ્યો છે. ખાણ ખનીજ વિભાગ ખનિજ ચોરીના કેસો કરી દંડ ફટકારે છે જેનો આંકડો કરોડોમાં છે. તાજેતરમાં મદદનીશ નિયામક (ફલાઈંગ સ્કવોર્ડ) કચ્છની કચેરી દ્વારા અબડાસા તાલુકાના રાયાધણઝરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં, તપાસ દરમિયાન રાયાધણઝરમાં ૭૩૩૦ મે.ટન બેન્ટોનાઈટની ખનિજ ચોરી થઈ હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે તેવી જ રીતે મુંદરા તાલુકાના કણઝરા ગામે ટ્રેઈલરમાંથી બિનવારસી હાલતમાં બોકસાઈટ મળી આવ્યું હતુ. તપાસ દરમિયાન માંડવીના ફરાદી ગામેાથી ખનન થયું હોવાનું બહાર આવ્યું હતુ.  ૩૨૧૮.૧૨૮ મે.ટન બોકસાઈટ ખનિજ ચોરી થયાનું ખુલ્યું હતું.  જેમાં, રાયધણઝરના કેસમાં રૃ.૫૧,૦૨,૪૯૨ તેમજ ફરાદી ખનિજ ચોરીમાં રૃ.૫૨,૮૧,૯૩૯ નો દંડ ફટકાર્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. ૩/૧૦/૨૦૨૩ના મદદનીશ નિયામક (ફલાઈંગ સ્કવોર્ડ)ની કચેરી ભુજ સાથે પ્રાંત અિધકારી અબડાસા તાથા ભુસ્તર શાસ્ત્રી પશ્વિમ કચ્છની સંયુક્ત તપાસ દરમિયાન અબડાસાના રાયાધણઝરમાં આકસ્મિતક તપાસ હાથ ધરીને હુન્ડાઈ કંપનીનું એકસવેટર મશીન તાથા એકસસીએમજી કંપનીનું એકસવેટર મશીનને બેન્ટોનાઈટ ખનિજનું ખનન કરતા તાથા આઠ ડમ્પર સિઝ કરી કોઠારા પોલીસ માથકે સોંપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન માપણી કરાતા એકસકેવેટર મશીન માલિકો દ્વારા ભેગા મળીને કુલ ૭૩૩૦ મે.ટન બેન્ટોનાઈટ ખનિજનું ગેરકાયદે ખાણકામ થયું હોવાનું બહાર આવ્યું છે. જેાથી, મશીનના માલિકો તેમજ આઠ વાહન માલિકોને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી હતી. જેના જવાબમાં મશીનના માલિકો અને વાહન માલિકો દ્રારા ગુન્હો માંડવાળ કરી દંડકીય રકમ તાથા એન્વયરમેન્ટ કમ્પનસેશન ભરવાની સંમતિ આપી હતી. આ કેસમાં કસુરવારો દ્વારા ૭૩૩૦ મે.ટન બેન્ટોનાઈટ ખનિજના ખનન બદલ રૃ. ૫૧, ૦૨, ૪૯૨ એસ.બી.આઈ ભુજ બેંક ખાતે ભરપાઈ કરવામાં આવ્યા છે.

બીજીતરફ મુંદરા તાલુકાના કણઝરા ગામે હરીઓમ ગ્લોબલ પ્લોટ વિસ્તાર, સર્વે નં. ૬ ખાતે આકસ્મિક ચેકિંગ દરમિયાન ટ્રેઈલર જી.જે.૧૨ સીટી ૦૨૩૮માંથી બોકસાઈટ ખનિજ ભરેલી હાલતમાં બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેને સીઝ કરીને પ્રાગપર પોલીસ માથકે મુકાયા બાદ તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન વાહનમાં ભરાયેલ ખનિજ ફરાદીથી ભરાયેલ હોવાનુ બહાર આવ્યું. આ જથૃથાની ફરી માપણી કરતા સિઝ કરેલ જથૃથામાંથી કુલ ૩૨૧૮.૧૨૮ મે.ટન બોકસાઈટ ખનિજ ચોરી થયાનું ફલિત થયું હતું. આ કેસમાં આરોપી એવા પ્રવિણ આહિર રે.માધાપર તાથા નંદવીર ગોપાલ ખાસા રે.સરસપર (તા.ભુજ) તેમજ વાહનના ચાલક તાથા તપાસમાં સામે આવે તેઓ વિરૃધૃધ ગેરકાયદે બોકસાઈટ ખનિજનું ગેરકાયદે ખનન વહન કરવા બદલ રૃ. ૫૨,૮૧,૯૩૯ની ખનિજ ચોરી બદલ દંડ ફટકાર્યો છે. આ કેસમાં મુંદરાના પ્રાગપર ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગતો મદદનીશ નિયામક મેહુલ શાહે વિગતો આપતા જણાવ્યું હતું.

1 thought on “રાયધણઝર અને ફરાદીના ખનિજ ખનનના કેસમાં એક કરોડથી વધુનો દંડ ફટકાર્યો

  1. Pingback: winter jazz music

Comments are closed.