સમૂહ લગ્નમાં મુરતિયો પસંદ કરનાર પરણીતા પર દહેજ માટે અત્યાચાર

Contact News Publisher

વડોદરામાં સમૂહ લગ્ન ઉત્સવમાં મૂરતિયો પસંદ કરનાર એક પરણીતા પર દહેજ માટે અત્યાચાર ગુજારાતા આખરે તેણે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વડોદરાની પરણીતાએ પોલીસને કહ્યું છે કે થોડા સમય પહેલા યોજાયેલા સમૂહ લગ્ન ઉત્સવમાં પ્રગ્નેશ નામના યુવક સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ અમે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

લગ્ન સમયે મારા પિતાએ યથાશક્તિ દાગીના તેમજ અન્ય ચીજ વસ્તુઓ આપી હતી પરંતુ મારી સાસુને દહેજની વસ્તુઓ ઓછી પડી હતી અને જ્ઞાતિના રિવાજ મુજબ દહેજની માંગણી કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.પરણીતાએ કહ્યું છે કે હું ઘર ખર્ચ માટે પગારમાંથી રકમ આપતી હોવા છતાં મારા સાસુ મારો આખો પગાર લઈ લેતા હતા અને મારા પતિ પણ તેને સમર્થન આપતા હતા. એક વર્ષ પહેલા મારા સાસુના ત્રાસને કારણે હું પુત્રી સાથે મારા પિયરમાં ચાલી ગઈ હતી. પરંતુ મારા પતિ અમારી બંનેની કોઈ દરકાર કરતા નથી. મહિલા પોલીસે આ અંગે પતિ અને સાસુ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.