આજે વધુ 4ના હાર્ટ એટેકથી મોત: રાજકોટમાં 2, અમદાવાદમાં 1 તો વડોદરામાં HR વિભાગમાં કામ કરતા 49 વર્ષીય કર્મચારીનું નિધન

Contact News Publisher

રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ખાણી-પીણી અને ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થયો છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકથી મોતના બનાવો વધતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ બીમારી સામાન્ય બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ હાર્ટ એટેકથી મોતના ત્રણથી વધારે બનાવ સામે આવી રહ્યા છે, એવામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.