વડોદરામાં કપલને પ્રાઇવેસી આપતા અકોટાના કેફેના 3 સંચાલક સામે ફરિયાદ નોંધાઈ

Contact News Publisher

અકોટા વિસ્તારમાં કપલને પ્રાઇવેસી આપતા કપલ બોક્સના સંચાલક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.અકોટા રોડ પર વિવાન્તા સામે સપ્તગીરી કોમ્પ્લેક્સમાં આવેલા ડાર્ક બાઈટ કેફેમાં સંચાલકો દ્વારા યુવક યુવતીઓને પ્રાઇવેસી આપતા કપલ બોક્સ બનાવવામાં આવ્યા હોવાની વિગતોને પગલે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે કેફના મેનેજર સોહિલ રજાક અજમેરી (પત્રકાર કોલોની,તાંદલજા) નિલોફર શેખ (તાંદલજા) અને તેની પાર્ટનર રૂપલ સોની(વાઘોડિયા રોડ) સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.