વિપક્ષના મોટા નેતાઓના ફોન પર Apple એ મોકલ્યું ઍલર્ટ, નેતાઓએ મોદી સરકાર પર લગાવ્યો આરોપ

Contact News Publisher

ટેક્નોલોજી કંપની Appleએ ઘણાં ભારતીય વિપક્ષી નેતાઓને એક ચેતવણીનો સંદેશ મોકલ્યો છે. જેમાં ચેતવણી આપી છે કે તેમના આઇફોનને સ્ટેટ સ્પોન્સર્ડ એટેક્સ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે Apple માને છે કે સ્ટે સ્પોન્સર્ડ હુમલાખોરો દ્વારા તમારા Apple ID સાથે સંકળાયેલા iPhoneને રિમોટલી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મામલે વિપક્ષી નેતાઓએ પણ માહિતી આપી છે.

આપને જણાવી દઈએ કે, રાજ નેતા ઉપરાંત એપલ દ્વારા કેટલાક પત્રકારોને પણ એલર્ટ મેસેજ પણ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. Apple દ્વારા જે નેતાઓને એલર્ટ મોકલવામાં આવ્યા છે જેમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય પવન ખેડા, શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, CPI-Mના નેતા તેમજ આપ નેચા રાઘવ ચડ્ડા પણ સામેલ  છે. આ સિવાય AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીને પણ એલર્ટ મેસેજ મળ્યો છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, પ્રિય મોદી સરકાર, તમે આવું કેમ કરી રહ્યા છો?’ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે તેમને એપલ તરફથી હમણાં જ ચેતવણી મળી છે કે સરકાર તેમના આઇફોન અને મેઇલ આઇડીને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે સરકાર પર પણ નિશાન સાધ્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહે કહ્યું કે અખિલેશ યાદવને પણ એપલ દ્વારા ચેતવણીનો સંદેશ મળ્યો છે. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓની ગોપનીયતા પર આ હુમલો ગેરકાયદેસર છે.