વડોદરામાં બિલ્ડર્સ અને ડેવલપર્સનું મોટું કૌભાંડ! જમીન કપાત કર્યા વગર અથવા ઓછી કપાતે માલેતુજારોને પધરાવી દીધી

Contact News Publisher

વડોદરામાં બિલ્ડરો, ડેવલોપર્સ તેમજ સરકારી અધિકારીઓની મિલીભગતથી મસમોટું કૌભાડ સામે આવ્યું છે જેમાં જમીન કપાત કર્યા વગર અથવા ઓછી કપાત કરીને અધિકારીઓએ બિલ્ડરો અને માલેતુજારોને જમીન પધરાવી દીધી હતી. તેમજ જમીનમાં હેતુફેર કરીને, જૂની રજાચિઠ્ઠીનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે છતાં પણ બાંધકામ થઈ રહ્યા છે.

નવા ટીપીઓનાં પત્રનાં આધારે 125 બિલ્ડર્સ અને જમીન માલિકોની યાદી તૈયાર કરાઈ છે. ટીપીઓ વિભાગનાં જ જૂના અધિકારીઓએ કરેલા ગોટાળાને ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારીએ ખુલ્લા પાડ્યા છે.  ટીપીઓએ કોર્પોરેશનને પત્ર લખી આવા બિલ્ડરોનાં બાંધકામ મંજૂરી અને કાર્યવાહીની તપાસ કરવા પત્ર લખ્યો છે. કોર્પોરેશને બિલ્ડરો અને જમીન માલિકોને નોટિસ આપતા ક્રેડાઈએ દેકારો મચાવ્યો હતો.

આ બાબતે ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારી એમ.એમ.અધ્વર્યુંએ જૂના અધિકારીઓ દ્વારા આચરેલ કૌભાંડ ઉજાગર કર્યું છે.  આ બાબતે ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારીઓ જૂના અધિકારીઓ દ્વારા આચરેલ કૌભાંડ ઉજાગર કર્યું છે. આ કૌભાંડને લઈ નગર નિયોજક અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સરકારમાં ધારા ધોરણ મુજબ કામ થાય તે માટેનો પ્રયાસ છે. તેમજ સરકારની ગાઈડલાઈનનો અમલ થાય તે માટે ખરાઈ કરવા પત્ર લખ્યો છે. નગર નિયોજનમાં અનો કોર્પોરેશનમાં ચાલતી દરખાસ્તમાં વિસંગતતાઓ હોવાની આશંકા છે. બિલ્ડરનોને ફાયદો કરાવવા કોર્પોરેશનનાં ટાઉન પ્લાનિંગ વિભાગે ગેરરીતી આચરી હોવાની  આશંકા છે.