વડોદરાના સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી

Contact News Publisher

વડોદરાના સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી હોય તેવી ઘટના સામે આવ્યા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી હતી. જોકે ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદમાં કોર્પોરેટરે  108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલા દર્દીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.