વડોદરાના વાઘોડિયા રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉનમાં રાતે ભીષણ આગ

Contact News Publisher

વડોદરા નજીક વાઘોડિયા જવાના માર્ગે ગઈ રાતે પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં લાગેલી આગને કારણે વડોદરા ફાયર બ્રિગેડ તેમજ ખાનગી કંપનીના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.વડોદરા થી વાઘોડિયા જતી વખતે આવેલા સીએનજી પેટ્રોલ પંપની પાછળ પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. આગમાં ખુલ્લામાં તેમજ ગોડાઉનના અંદર તેમજ ઉપરના ભાગે મુકેલો સ્ક્રેપ લપેટાયો હતો.

આગ એટલી પ્રચંડ હતી કે આસપાસના ત્રણ કિલોમીટર વિસ્તારમાં જોઈ શકાતી હતી. ખાનગી કંપનીના ફાયર બ્રિગેડની સાથે સાથે વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડની પણ મદદ લેવાતા ચાર કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. બનાવ અંગે પોલીસે પણ વિગતો મેળવી હતી.