ઉમરેઠના વણસોલ-પણસોરા રોડ પર અકસ્માતમાં 2 યુવકોના મોત

Contact News Publisher

આણંદ : ઉમરેઠ તાલુકાના વણસોલ-પણસોરા રોડ ઉપર ઉભેલ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક મોટરસાયકલ ધડાકાભેર ઘુસી જતા બે યુવકોના કરૂણ મોત નીપજ્યાં હતા. આ બનાવ અંગે ભાલેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વણસોલ ગામે રહેતો મનીષ કનુભાઈ રાજ ગતરોજ નજીકમાં રહેતા મિત્ર દિપક ગણપતભાઈ સોલંકીના મોટરસાયકલ ઉપર સવાર થઈ બંને મિત્રો પણસોરા તરફ જવા નીકળ્યા હતા. દરમ્યાન વણસોલથી પણસોરા તરફ જવાના માર્ગ ઉપર આવેલ પંચરાણા સીમમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે માર્ગની સાઈડમાં ઉભેલ એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં બંને યુવકોને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ ઈમરજન્સી વાન મારફતે બંને ઈજાગ્રસ્ત યુવકોને અલીન્દ્રાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંનેને તપાસી મૃત જાહેર કર્યા હતા.

Exclusive News