વડોદરાના વરણામાં દારૂ અને બિયરની 78,993 બોટલો તેમજ ટીન પર પોલીસનું રોલર ફેરવી દેવાયું

Contact News Publisher

વડોદરા જિલ્લાના વરણામાં પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે પકડેલા દારૂ અને બિયરના જથ્થા ઉપર રોલર ફેરવી પોલીસે નાશ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે વરણામાં પોલીસ દ્વારા મેં 2022 થી આજ દિન સુધી કુલ 69 ગુનામાં દારૂની 48,225 બોટલો અને બિયરના 8,297 ટિન મળી કુલ 78,993 બોટલ અને ટીનના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. દોઢ કરોડથી વધુ કિંમતના દારૂ અને બિયરના જથ્થાને કરજણ તાલુકાના બામણ ગામની સીમમાં આવેલી એક બંધ ખાનગી કંપનીના લઈ જવાયો હતો અને ત્યાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકની ખાલી બોટલો અને પુઠાના ખોખા સળગાવી દેવાયા હતા.