ગ્લેન મેક્સવેલે બેવડી ફટકારી કપિલ દેવનો 40 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, સર્જી વિક્રમોની વણઝાર

Contact News Publisher

ઇનિંગ દરમિયાન મેક્સવેલે પીઠના દુખાવાની ફરિયાદ પણ કરી હતી. હેમસ્ટ્રિંગમાં પણ ગંભીર ઈજા થઈ હતી. પરંતુ મેક્સવેલે આખી મેચ લંગડાવીને રમી હતી. તે મેદાનની બહાર ગયો ન હતો. જોરદાર જુસ્સો બતાવીને, તેણે પોતાની ટીમને મજબૂત જીત તરફ દોરી અને તેમને સેમિફાઇનલમાં લઈ ગયા.


ICC ODI વર્લ્ડ કપ 2023 ની 39મી મેચ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી અને આ મેચ ખૂબ જ રોમાંચક હતી.
મુંબઈના વાનખેડેમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 291 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 292 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાને આપેલા લક્ષ્‍યનો પીછો કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમનો દાવ ખોરવાઈ ગયો હતો અને ટીમે 91 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ક્રિઝ પર આવેલા ગ્લેન મેક્સવેલે પોતાની કારકિર્દીની જ નહીં પરંતુ વર્લ્ડકપ ઈતિહાસની પણ સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી અને ઓસ્ટ્રેલિયાને જીત તરફ દોરી ગઈ. ગ્લેન મેક્સવેલે આ મેચમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો અને આ જીત સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચી ગયું છે.