ગીર સોમનાથ જીલ્લામાં કરા સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકશાનની ભીતી,વરસાદથી મગફળી અને કપાસનાં તૈયાર પાકોને નુકશાન

Contact News Publisher

જૂનાગઢનાં માળીયા હાટીનામાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. બપોર પછીનાં સમયે વરસાદ વરસ્યો હતો. માળીયા હાટીનાં આપસાપનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી હતી. વરસાદનાં કારણે મગફળી અને કપાસનાં તૈયાર પાકને નુકશાન થવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે.

ડાંગ જીલ્લામાં કમોસમી  વરસાદનાં કારણે સાપુતારાનાં કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે.

ગીર સોમનાથ જીલ્લામાં કમોસમી માવઠું પડ્યું હતું. સાસણગીર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભોજદે ગામમાં કમોસમી વરસાદથી ખેડરમાં પાણી ફરી વળ્યા હતા. કરા સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકશાનની ભીંતિ સેવાઈ રહી છે.