RBIના પૂર્વ ગવર્નર એસ વેંકટરમણનનું નિધન, 92 વર્ષની વયે ચેન્નઇમાં લીધા અંતિમ શ્વાસ

Contact News Publisher

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર એસ વેંકટરમણનનું લાંબી બિમારી બાદ આજે સવારે નિધન થયું છે. 92 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે.. વેંકટરમણનનું લાંબી બિમારી બાદ આજે ચૈન્નઈમાં નિધન થયું છે.. વેંકટરમણનનુ નિધન થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

તમને જણાવી દયે કે વેંકટરમણન 18માં આરબીઆઈ ગવર્નર હતા. તે 1990થી 1922 સુધી આ પદ પર હતા. તેને 1985 સુધી નાણા મંત્રાલયમાં સચિવના રૂપમાં કાર્ય કર્યુ હતું.. વેંકટરમણનના પરિવારમાં બે દિકરીઓ છે. એકનું નામ ગિરિજા અને બીજી દિકરીનું નામ સુધા છે.. તેમની દિકરી ગિરિજા વૈદ્ધનાથનક તામિલનાડુની પૂર્વ મુખ્ય સચિવ રહી ચુકી છે.વેંકટરમણન 1931માં નાગરકોઈલમાં જન્મ્યા હતા. જે સમયે ત્રાવણકોર રિયાસતનો નાગરકોઈલ એક ભાગ હતો.તેમને આ દરમિયાન દેશમાં કેન્દ્રીય બેંકની કમાન સંભાળી હતી.તે સમયે આપણો દેશ ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું હતું.

આરબીઆઈએ પોતાની વેબસાઈટ પર વેંટરમણનના કાર્યકાલ વિશે જણાવતા કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન દેશને વૈશ્વિક મોરચે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમના મેનેજમેન્ટે દેશને બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીમાંથી બહાર કાઢ્યો હતો.  મળતી માહિતી મુજબ વેંકટરમણના કાર્યકાળ દરમિયાન ભારતે IMFના સ્થિરીકરણ કાર્યક્રમને અપનાવ્યો હતો… જ્યાં રૂપિયાનું અવમૂલ્યન થયું અને આર્થિક સુધારાના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા.