ઊંઝામાં ફટાકડાની જ્વાળાથી ગેસના ફુગ્ગા ફૂટતા થયો બ્લાસ્ટ, બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝ્યા

Contact News Publisher

ઊંઝામાં આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ફટકાડા ફોડતા દરમિયાન અચાનક ફટાકડાની જ્વાળાઓ ગેસના ફુગ્ગાને અડી જતા ફુગ્ગામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો જેના પગલે બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા હતા.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મહેસાણાના ઊંઝામાં બ્રાહ્મણવાડામાં આજે ગણપતિ દાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવમાં કેટલીક યુવતીઓ ગેસના ફુગ્ગા પકડીને ઉભી હતી ત્યારે ફટાકડા ફોડતા દરમિયાન ફટકડાની જ્વાળાઓ હાઈડ્રોજન ભરેલા ફુગ્ગાને અડી જતા એકસાથે ફુગ્ગાઓ ફુટતા ભયાનક બ્લાસ્ટ થયો હતો જેના પગલે બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા હતા. હાલ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Exclusive News