રામ મંદિર જનારા હિન્દુઓ મુસ્લિમ થઈને બહાર આવશે: પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરની અયોધ્યા મુદ્દે વિવાદિત ટિપ્પણી

Contact News Publisher

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે અયોધ્યામાં રામ મંદિરને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જેનાથી મોટો વિવાદ સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા જઈ રહેલા હિન્દુ મુસ્લિમ બનીને બહાર આવશે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના પર લોકોએ તીખી પ્રતિક્રિયા આપી છે. આ વીડિયો રામ મંદિરના ઉદ્ઘાટનના બે મહિના પહેલા સામે આવ્યો છે.

વાયરલ વીડિયોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કહે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ સારું કામ કર્યું છે મસ્જિદને મંદિરમાં ફેરવી નાખ્યો. હું માનું છું કે જે પણ તે મંદિરમાં જશે તે મુસ્લિમ બનીને બહાર આવશે કારણ કે આપણા મૂળ હંમેશા ત્યાં જ રહે છે. મને ખૂબ આનંદ થાય છે કે તમે કંઈક ખોટું કર્યું છે પરંતુ લોકો સમજી શકશે નહીં કે તે ખરેખર સાચું છે. સોશિયલ મીડિયા પર ફરતા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનો વીડિયો ત્રણ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે પરંતુ હવે વાયરલ થયો છે.

જાવેદ મિયાંદાદ 22 વર્ષની ઉંમરે પાકિસ્તાન  ક્રિકેટ ટીમનો કેપ્ટન તરીકે ભૂમિકા નિભાવનારા સૌથી યુવા ખેલાડીઓમાંના એક હતો. આ દિગ્ગજ બેટ્સમેન 1992માં પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં હતો. જ્યારે પાકિસ્તાન ટીમ વર્લ્ડ કપ જીતી હતી. પોતાની કારકિર્દી પછી, મિયાંદાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મુખ્ય હોદ્દા પર હતા. તેણે પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમને ત્રણ વખત કોચિંગ પણ કર્યું હતું. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની જાવેદ મિયાંદાદે ભારપૂર્વક જણાવ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની મુલાકાત લેનારા તમામ હિંદુઓ ઇસ્લામ સ્વીકારશે.

5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે અને તેનો અભિષેક સમારોહ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ યોજાનાર છે. ટ્રસ્ટે તેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. વિપક્ષી પાર્ટીઓ પણ આ અંગે વિરોધ કરી રહ્યા છે. જેઓ કહે છે કે મંદિરના ઉદ્ઘાટન સમારોહ પર માત્ર પીએમ મોદીનો જ અધિકાર નથી પરંતુ દરેકનો અધિકાર છે.

Exclusive News