ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર: 150 માર્કનું હશે પેપર, બે તબક્કામાં લેવાશે પરીક્ષા

Contact News Publisher

GSSSBની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GSSSBની પરીક્ષા પદ્ધતિ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. GSSSBની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ હવે 2 તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. આ સાથે કુલ જગ્યાના 2 ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે.