સવા કરોડ આપો નહીંતર…: કચ્છમાં કોલેજ જતાં બિઝનેસમેનના દીકરાનું કિડનેપિંગ બાદ હત્યા, 11 તારીખ સુધીનું આપ્યું હતું અલ્ટિમેટમ

Contact News Publisher

ગાંધીધામનાં લાકડાનાં વેપારીનાં પુત્રનું ચાર દિવસ પહેલા અપહરણ કરી અપહરણકર્તાઓ દ્વારા સવા કરોડ રૂપિયા ખંડણી પેટે માંગ્યા હતા. ત્યારે વેપારીને અપહરણકર્તાઓ દ્વારા 11 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. ઉદ્યોગપતિ દ્વારા અપહરણકર્તાઓને ખંડણી ન આપતા અપહરણકર્તાઓ દ્વારા વેપારીનાં પુત્રનુ કરપીણ હત્યા કરી લાશને દાટી દીધી હતી. ત્યારે અપહરણ થયાનાં 84 કલાક બાદ યશ તોમરનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

ગાંધીધામનાં ઉદ્યોગપતિનાં પુત્રનું અપહરણકર્તાઓ દ્વારા અપહરણ કરી તેની કરપીણ હત્યા કર્યા બાદ લાશને દાટી દીધી હતી. ગાંધીધામ ડીસી-5 પાછળનાં ઝાડી વિસ્તારમાં મૃતક યશ તોમરની દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતો. ત્યારે આ મામલે કચ્છ પોલીસે મૃતદેહને બહાર કાઢી તપાસ શરૂ કરી છે. લાકડાનાં વેપારી સંજીવકુમાર તોમરનાં પુત્રનું ચાર દિવસ પહેલા કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કર્યું હતું. ત્યારે અપહરણનાં 84 કલાક બાદ યશ તોમરનો મૃતદેહ મળી આવ્યો હતો. યશ ગાંધીધામ કોલેજ જઈ રહ્યો હતો તે સમયે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તેનું અપહરણ કર્યું હતું. અપહરણકારોએ 11 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું.

આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે,  તા. 6.11.2023 નાં રોજ યશ તોમરના અપહરણ અને ખંડણીની એક ફરિયાદ અંજાર પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા અલગ અલગ અન્ગલથી તપાસ ચાલુ હતી.  તપાસ દરમ્યાન સ્નેપ ચેટમાં જે વીડિયો બન્યો હતો. તે જગ્યા મળતા પોલીસે તે જગ્યા આધારે તપાસ કરતા પોલીસને આ જગ્યા પર વાસ આવતા તેમજ યશનાં શુઝ મળી આવતા પોલીસ દ્વારા આ જગ્યાએ સઘન તપાસ હાથ ધરી હતી.  સઘન તપાસ દરમ્યાન પોલીસને કોઈ લાશ દાટેલી હોવાની માહિતી મળતા પોલીસે દ્વારા મામલતદારની હાજરીમાં ખોદકામ કરતા લાશ પોલીસ દ્વારા રીકવર કરવામાં આવી છે. તેમજ લાશ ઉપરનાં કપડા, ઘડીયાળ તેમજ શુઝનાં જોતા જે અપહરણ થયેલ છે. યશ તેની લાશ હોવાનું હાલ જણાઈ આવે છે.  ત્યારે આ બાબતે પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ છે.  ક્યાં કારણથી આ સમગ્ર બનાવ બન્યો તેની તપાસ હાલ ચાલુ છે.