રાજસ્થાનના દૌસમાં 5 વર્ષની માસૂમ સાથે દરિંદગી, પોલીસ સબ ઈન્સપેક્ટરે રેપ કર્યો

Contact News Publisher

જેની જવાબદારી જનતાના જાનમાલનું રક્ષણ કરવાની છે તે ઉઠીને કોઈની ઈજ્જત સાથે ખેલ તો કેવો આઘાત લાગે. રાજસ્થાનમાં ચૂંટણી વચ્ચે એક સબ ઈન્સપેક્ટરે પોલીસનું નામ ખરાબ કર્યું છે. રાજસ્થાનના દૌસામાં એક માસૂમ સાથે દરિંદગીનો મામલો સામે આવ્યો છે. દૌસામાં ચૂંટણી ડ્યુટીમાં લાગેલા પોલીસ સબ ઈન્સપેક્ટરે 5 વર્ષની બાળકી પર રેપ કરતાં હડકંપ મચ્યો છે. ગામલોકોએ આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરીને પોલીસ સ્ટેશને ઘેરાવ કર્યો હતો.

દૌસાના રાહુવાસ વિસ્તારમાં ચૂંટણી ફરજ પર રહેલા પોલીસ સબ ઈન્સપેક્ટર ભૂપેન્દ્રસિંહે પૈસાની લાલચ આપીને બાળકીને દૂર લઈ ગયો હતો અને ત્યાં તેણે માસૂમ સાથે રેપ કર્યો હતો અને તેને છોડી મૂકી હતી. આ ઘટના સામે આવતાં રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે પરિવાર જ્યારે રેપની ફરીયાદ કરવા ગયો ત્યારે પોલીસે તેમની સાથે ખોટું વર્તન કર્યું હતું. આ ઘટનાના ઉગ્ર રાજકીય પડઘા પડ્યાં છે.

ભાજપ નેતા કિરોરી લાલ મીણાએ કહ્યું કે આરોપી સબ-ઇન્સ્પેક્ટર ચૂંટણી ફરજ પર છે. આવી સ્થિતિમાં તેઓ મુખ્ય ચૂંટણી અધિકારીને પણ ફરિયાદ કરીશ. પરિવારજનોના જણાવ્યા મુજબ પોલસવાળાએ બાળકીને 50 રૂપિયા આપવાની લાલચ આપી હતી. પછી તે તેને લઈ ગયો અને નિર્દોષ પર બળાત્કાર ગુજાર્યો. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, રાજસ્થાનના દૌસામાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધી વાડ્રા હાલમાં જ અહીં ગયા હતા. રાજસ્થાન પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટરે બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે. રક્ષક જ ભક્ષક બની ગયો છે.

દૌસાના એએસપી બજરંગસિંહ શેખાવતે જણાવ્યું હતું કે પરિવારની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. સબ ઈન્સ્પેક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની મેડિકલ તપાસ ચાલી રહી છે. જે પણ હકીકત સામે આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.