તહેવાર દરમ્યાન અપહરણ, રેપ, હત્યાનાં બનાવો, ગુજરાતમાં 5 દિવસમાં 3 કેસ

Contact News Publisher

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં જ્યાં 14 વર્ષીય સગીરાને સ્નેપ ચેટ પર ફોસલાવીને અપહરણ કર્યા બાદ એક કરોડની ખંડણી માંગનાર ચાર આરોપીઓને સુરત  રેન્જ અને નવસારી જિલ્લા પોલીસે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. દસમી નવેમ્બરના રોજ ગણદેવીથી અપહરણ કરી દાહોદ રાજસ્થાન અને દિલ્હી થી યુપી લઈ જવામાં આવી હતી. જેમાં અપહરણકારોએ વોટ્સએપ કોલ કરી એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી. નવસારી જિલ્લા પોલીસે ખંડણીના ગુનામાં ગંભીરતાથી લઈને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં કામગીરી કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ ટીમો બનાવી નવસારી પોલીસ અને રેન્જ આઈ.જી ની ટીમો મળી સમગ્ર ઘટનાક્રમમાં કામે લાગી હતી. જેમાં યુવતીની હત્યા ન થઈ જાય એના માટે  પોલીસે સાવધાનીથી કામગીરી કરી હતી અને અપહરણ કરો સાથે પરિવારને સતત વાતમાં રાખીને ટેકનિકલ સર્વેલન્સના આધારે લખનઉ હાઈવે પર આવેલા ટોલબુથ પરથી અપહરણકારોના સકંજામાંથી બાળાને છોડાવી પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો.

અમદાવાદના વટવામાં 7 વર્ષની બાળકીની દુષ્કર્મ કર્યા બાદ હત્યા કર્યાની ઘટના સામે આવી છે.. આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. 7 વર્ષની બાળકી પર પાડોશમાં જ રહેતા 40 વર્ષીય ઉમાશંકર શાહ નામના નરાધમે દુષ્કર્મ આચરતા લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. બાળકી પાડોશમાં રમવા ગઈ ત્યારે નરાધમે 3 કલાક સુધી બાળકીને ગોંધી રાખી હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ દુષ્કર્મ બાદ ગળું દબાવી બાળકની હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થતા આરોપીને માર માર્યો હતો જેને લઈ આરોપીને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.. વટવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીધામનાં લાકડાનાં વેપારીનાં પુત્રનું ચાર દિવસ પહેલા અપહરણ કરી અપહરણકર્તાઓ દ્વારા સવા કરોડ રૂપિયા ખંડણી પેટે માંગ્યા હતા. ત્યારે વેપારીને અપહરણકર્તાઓ દ્વારા 11 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. ઉદ્યોગપતિ દ્વારા અપહરણકર્તાઓને ખંડણી ન આપતા અપહરણકર્તાઓ દ્વારા વેપારીનાં પુત્રનુ કરપીણ હત્યા કરી લાશને દાટી દીધી હતી. ત્યારે અપહરણ થયાનાં 84 કલાક બાદ યશ તોમરનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.