વર્લ્ડકપ ફાઇનલમાં ભારત અને મેચ અમદાવાદમાં: અતિ-ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે ફેન્સ

Contact News Publisher

અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં બારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસીકો ફાઈનલની ટિકિટ લેવા માટે સ્ટેડિય ખાતે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ટિકિટ ન મળતા લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા.

ફાઈનલ મેચને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે સ્ટેડિય બહાર ટીમ ઈન્ડિયાની ટી-શર્ટ તેમજ ટોપીનું પણ ધુમ વેચાણ થઈ રહ્યું છે. સ્ટેડિયમ બહાર પાથરણાવાળા ટીમ ઈન્ડીયાની ટોપી, ટી-શર્ટ વેચવા માટે આવતા લોકોની ખરીદી માટે ભીડ જામી છે. ત્યારે ફાઈનલ મેચ જોવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

19 નવેમ્બરનાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ ખાતે ફાઈનલ મેચ પહેલા એરફોર્સની સૂર્યકિરણ ટીમ તેનું પર્ફોર્મન્સ બતાવશે. અમદાવાદમાં એરફોર્સ દ્વારા ફાઈનલમાં પર્ફોર્મન્સને લઈ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી એરફોર્સનાં વિમાનો દિલધડક કરતબ બતાવશે.