અમદાવાદમાં ઘાતકી હથિયારો વડે હુમલો કરતા 8 લોકો ઘાયલ, પોલીસે સગીર સહિત 4 આરોપીની કરી ધરપકડ

Contact News Publisher

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમા મારમારીની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. આ ઘટનામાં હથિયારો વડે હુમલો કરતા 8 લોકો ઘાયલ થયા હતા. જોકે પોલીસે પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી સાહિલ પટની અને સુજલ પટની આ બે સગા ભાઈઓ છે અને કૌટુંબિક ભાઈ સચિન પટની સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ મેઘાણીનગરમાં આંતક મચાવી દીધો હતો.

ઘાતકી હથિયારોથી લોકો પર હુમલો કરતા બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું. ઘટનાની વાત કરીએ તો 12 નવેમ્બરના રોજ એક આરોપી રોહિત પટણી એ ફટાકડા ફોડવા જેવી નાની બાબતમાં થોડા દિવસ પહેલા તકરાર કરી હતી જેની અદાવત રાખી તેના મિત્રો સાથે આવીને મેઘાણીનગર પાસેના કૈલાશ નગર સોસાયટીની ગેટ પાસે આવીને હુમલો કર્યો.

આ હુમલામાં 7 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.