રાજસ્થાનમાં ગેહલોત પર PM મોદીના પ્રહાર, કહ્યું ત્રીજી ડિસેમ્બરે છૂમંતર થઈ જશે કોંગ્રેસ

Contact News Publisher

રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસએ રાજસ્થાનની મહિલાના વિશ્વાસનો ચકનાચૂર કરી નાંખ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં આતંકવાદી, અપરાધી, દંબગાઈ કરે છે. આ દરમિયાન કોવિડના સમયનો ઉદાહરણ દેતા જણાવ્યું કે, તે સમય સંપૂર્ણ દેશ ડરેલો હતો. દરેક પરિવાર ચિંતિત હતો. તેવા સમય ગરીબના દિકરાએ વિચાર્યું કે, કોઈ પાછત વર્ગના લોકોનો ચુલો ન બુજે અને કોઈ ગરીબ ભૂખો ન ઉંઘે.

પીએમ મોદીએ કહ્યું કે, હજુ ડિસેમ્બરમાં જ મફતમાં રાશન યોજના બંધ થઈ રહી હતી પરંતુ આપણે આગળના પાંચ વર્ષો સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તે વાતથી કોંગ્રેસ નારાજ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મારા વિરૂદ્ધ ચૂંટણી પંચને લાંબી લચ ચીઠ્ઠી લખી છે અને કોર્ટ જવા માટે ધમકી આપી રહ્યાં છે. પીએમ કહ્યું કે, ગરીબો માટે આ મોદી જેલ જવા માટે પણ તૈયાર છે.

જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે, રાજસ્થાનમાં સંસ્કૃતિની રક્ષા માટે ભાજપ જરૂરી છે. આજથી એક સપ્તાહ પછી મતદાન થવાનો છે. દરેક તરફ એક જ ગુંજ છે કે, જન જનની એક જ પુકાર છે ભાજપ સરકાર આવી રહી છે. કેટલાક લોકો પોતાને જાદુગર સમજે છે. હેવ રાજસ્થાનની જનતા કહી રહી છે કે, 3 ડિસેમ્બરે કોંગ્રેસ છું મંતર. ભાજપે રાજસ્થાનમાં એક શાનદાર સંકલ્પપત્ર બહાર પાડ્યો છે. ભાજપનો સંકલ્પ છે કે, રાજસ્થાન દેશનો અગ્રણી રાજ્ય બનાવશે. તેમજ રાજસ્થાનમાં ભષ્ટ્રાચાર પર કડક કાર્યવાહી કરે છે

Exclusive News