કોંગ્રેસનાં નિવેદન પર ભડક્યા ભાજપ નેતા,આડકતરી રીતે PM મોદી પર સાધ્યું નિશાન

Contact News Publisher

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે રાજસ્થાનનાં જાલોરમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં. રાહુલ ગાંધી જનસભામાં PM મોદીનો ઉલ્લેખ કરીને નિશાન સાધી રહ્યાં હતાં. આ દરમિયાન જનસભામાં કેટલાક લોકો પનોતી-પનોતીની બૂમો પાડવા લાગ્યાં. તે બાદ રાહુલ ગાંધીએ કહ્યું રાહુલે કહ્યું કે, ‘આપણાં છોકરાઓ વર્લ્ડ કર જીતી જાત પણ પનોતીએ હરાવી દીધું.’ તેમણે કહ્યું કે, ‘ટીવીવાળા આ નહીં કહે પણ જનતા જાણે છે.’  જો કે આ બાદ ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો.

યૂપી કોંગ્રેસનાં અધ્યક્ષ અજય રાયે વર્લ્ડ કપમાં ભારતની હારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘ મોદીને જોઈને ખેલાડીઓ પ્રેશરમાં આવી ગયાં. મોદીએ મેચમાં ન જવું જોઈતું હતું. મોદીનાં કારણે આપણે હારી ગયાં છીએ કારણકે ખેલાડીઓ દબાણમાં આવી ગયાં હતાં. એ જ હારનું કારણ હતું.’

રાહુલ ગાંધીનાં વિવાદિત નિવેદન બાદ ભાજપ નેતા રવિ શંકર પ્રસાદે કહ્યું કે, ‘રાહુલ ગાંધી PM મોદી માટે જે પ્રકારનાં શબ્દોનો પ્રયોગ કરી રહ્યાં છે તે અશોભનીય છે. રાહુલ ગાંધીએ મોદીજીથી માફી માંગવી પડશે. નહીંતર અમે દેશમાં તેને મોટો મુદો બનાવશું.’