ટેમ્પોમાં લઈ જવાતો રૂ. 7.63 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

Contact News Publisher
દાહોદ : સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગઈકાલે સવારે દેવગઢ બારીઆ નગરમાં આવેલ કપડાંની દુકાનની સામે રોડ પરથી રૂ.૭.૬૩ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે આઈસર ગાડી પકડી ડ્રાઈવરની ધરપકડ કરી હતી. આ મામલે દેવગઢ બારીઆ પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.

એક આઈસર ટેમ્પો વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી દેવગઢ બારીઆ નગરમાંથી પસાર થયાનો હોવાની સચોટ બાતની આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ, ગાંધીનગરના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી. ખાંટને બાતમી મળી હકી. આ બાતમીના આધારે દેવગઢ બારીઆ નગરમાં આવેલ માનસી સિલેક્શન નામની દુકાન સામે રોડ પર આવી વોચ ગોઠવી હતી.  દરમ્યાન બાતમીવાળી ગાડી આવતી નજરે પડતાં વોચમાં ઉભેલ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ સાબદી બની હતી. અને નજીક આવતાની સાથેજ ગાડીને રોકી ચારે બાજુથી ઘેરી લઈ ગાડીમાં તલાશી લેતાં તેમાંથી પોલીસે રૂા.૭,૬૩,૨૦૦ની કિંમતની વિદેશી દારૂની બોટલો પકડી પાડી ગાડીના ચાલક ગોધરાના વેજલપુર રોડ પર આવેલ મુસ્લિમ સોસાયટીમાં રહેતાં વસીમ યાકુબભાઈ ગુનિયાની અટક કરી આઈસર ગાડી મળી કુલ રૂા.૧૭,૬૪,૩૧૦નો મદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગાડીના ચાલકની સાથે ગોધરાના ઈરફાન સૈયદભાઈ મીઠા, અનિલ આઈસર ગાડીના માલિક, મીઠી બોર ગામના ભીખાભાઈ ભલાજીભાઈ રાઠવા તથા હાલોલના ભરતભાઈ મળી કુલ ૬ જણા વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.