સાદરા ગામમાં પ્લોટની તકરારમાં બે પરિવારો વચ્ચે ધીંગાણુંઃઆઠ સામે ગુનો દાખલ કરાયો

Contact News Publisher

ગાંધીનગર શહેર નજીક આવેલા સાદરામાં પ્લોટમાં ફેન્સીંગ કરવા અને મકાન તોડી પાડવા બાબતે થયેલી બોલાચાલીમાં બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જે મામલે ચિલોડા પોલીસે બંને પક્ષે સામ સામે ગુનો દાખલ કરીને આઠ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા સાદરા ગામમાં રહેતા ધમેન્દ્રકુમાર નરેન્દ્રકુમાર રાવલે ફરિયાદ નોંધાવી હતી કે, સાદરા ગામે બ્રાહ્મણ વાસમાં તેમનો ખુલ્લો પ્લોટ આવેલો છે. જેથી તેઓ તેમની બહેન અલ્કાબેન પ્રણવકુમાર શર્મા સાથે પ્લોટ ઉપર ગયા હતા અને ત્યા ઉભા રહી તાર ફેન્સીંગ કરવાની ચર્ચા કરતા હતા.તે વખતે સાદરા ગામે બ્રાહ્મણ વાસમાં રહેતા મોન્ટુભાઇ ભરતભાઇ રાવલ આવી અલ્કાબેનને માર મારવા લાગ્યા હતા. જેથી બહેનને છોડાવવા ધમેન્દ્રકુમારે દરમ્યાનગીરી કરતાં મોન્ટુભાઇએ માથાના પાછળના ભાગે ઈટ મારી દીધી હતી. ત્યારબાદ કિરીટભાઈ જયશંકર રાવલે પણ આવીને માર માર્યો હતો. તો ભુપતભાઇ જયશંકર રાવલે અલ્કાબેનનું ગળુ અને કિરીટભાઇએ ચોટલો પકડી નીચે પાડી મારામારી કરી જમણા હાથની આગળીઓ વાળી નાખી હતી અને ભૂપતભાઈ છાતી ઉપર બેસી ગયા હતા.બીજી તરફ રિતુબેન મોન્ટુભાઇ રાવલે ફરિયાદ નોંધાવેલી કે, તેમના ઘરની આગળ ધર્મેન્દ્રકુમારનો પ્લોટ આવેલો છે. આથી ધર્મેન્દ્ર નરેન્દ્રભાઇ રાવલ તથા અલ્કાબેન પ્રણવભાઈ શર્મા તથા પ્રણવભાઇ ભગાભાઈ શર્મા તથા વિશુ પ્રણવભાઈ શર્મા પ્લોટ ઉપર આવ્યા હતા અને ગાળો બોલી કહેવા લાગેલા કે જેસીબી બોલાવી તેઓનું ઘર પડાવી દેશે. આથી રિતુબેન ઘરની બહાર આવીને પ્લોટ તમારો હોય તો તમે જે કરવું હોય તે કરો પરંતુ અમારૃ મકાન તોડાવી નાખવાની અને ગાળો નહી બોલવા કહેવા લાગ્યા હતા. જેથી અલકાબેનએ માર માર્યો હતો અને ધર્મેન્દ્રભાઈ માર મારવા લાગ્યા હતા. હાલ આ અંગે ચિલોડા પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

Exclusive News