ગીર સોમનાથના એલમપુર ગામમાંથી ઝડપાયું ગાંજાનું 114 છોડનું મસમોટું વાવેતર, 51 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ

Contact News Publisher

ગીર સોમનાથનાં ઉનામાં એમલપુર ખાતે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે ખેતરમાં જઈ તપાસ હાથ ધરતા એસઓજી પોલીસે 51 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી હતી.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યાનાં અનેક બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યા છે. ત્યારે આવા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગીર સોમનાથનાં ઉનામાં એલમપુર ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની માહિતી એસઓજી પોલીસને મળતા પોલીસે આરોપી બીજલભાઈ ભીમાભાઈ બામણીયાની ધરપકડ કરી આરોપી પાસેથી 114 ગાંજાનાં છોડનું વાવેતર મળી આવ્યું હતુ. પોલીસે 51 કિલો ગાંજા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.